સોલાર રુફ્ટોપ યોજના
સોલાર રૂફટોપ યોજના અંતર્ગત 3 કિલો સુધી 40 % અને 3 વધુ 20 % સબસિડી.
🔸રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજના.
🔸ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે.
🔸સામાન્ય માનવી પણ હવે વીજ ઉપભોકતા સાથે વીજ ઉત્પાદક બની શકશે.
🔸આ સોલાર રૂફટોપ યોજના હેઠળ ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી–ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકશે.
🔸આ ઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી રાજ્ય સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.
🔸હેતુ વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20 ટકા સબસિડી મળશે.
ગુજરાત સોલાર રૂફટોપમાં 31 માર્ચ-2019 સુધીમાં 326.67 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે.
💥 કેવી રીતે યોજનાનો લાભ લેશો?
આ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે.
💥 ડોક્યુમેન્ટ -
વીજ ગ્રાહકે છેલ્લા વીજબિલ,
અરજદારનો ફોટો,
આધાર નંબર
ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર
ઘર વેરો
👉 બેનીફીટ
🔸25 વર્ષ પેનલની વોરંટી
🔸5 વર્ષ મેન્ટનસ
🔸7 વર્ષ ઈન્વન્ટર વોરંટી
🔸 વિજળી નાં બિલ માથી રાહત
💥 આપને સોલાર રૂફ ટોપ લગાવવા માટે આપની માહતી એડ કરવા - ક્લિક કરો
🔸 યોજના લાભ લેવા માટે નજીકની બ્રાન્ચ નો સંપર્ક કરો....
9265878475
Comments
Post a Comment