ગણતંત્ર દિવસ ઇતિહાસ


ગણતંત્ર દિવસ  ઇતિહાસ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

👉ભારત 15 ઓગસ્ટ,1947 નાં રોજ સ્વતંત્ર થયું  પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.

Whatsapp join click now

👉29 ઓગસ્ટ,1947 નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર,1947 નાં રોજ બંધારણ સભા  સમક્ષ રજુ કરવામાં આવ્યો.

👉બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2વર્ષ,11માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી,1950 નાં રોજ આ દસ્તાવેજોનીઅંગ્રેજી  હિન્દી બંને માહસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા.
👉 બે દિવસ પછી,  ભારતબંધારણ  ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું.

YouTube  subscribe  now


ભારત બંધારણ  26જાન્યુઆરી,1950 થી અમલમાં આવ્યું.
👉  પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે  રાજેન્દ્ર પ્રસાદ ચુંટાયા ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, 26 જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ 26 જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.
👉ભારતનાં બંધારણ ડો.આંબેડકર દ્વારા તૈયાર થયેલ ભારતનાં બંધારણનો મુસદ્દો "પ્રથમ અને સર્વપ્રથમ સામાજીક દસ્તાવેજ" છે..."મોટાભાગનીં બંધારણની જોગવાઇઓ,કાં તો સીધા સામાજીક ક્રાંતિનાં ઉદ્દેશને આગળ ધપાવવા માટે અથવા આ ક્રાંતિનો ઉદ્દેશ બર લાવવા માટે જરૂરી પરિશ્થિતિઓનું નિર્માણ કરવા માટે કરાયેલ છે."
👉આ સંશોધન તંત્રને રજુ કરવાનાં સમયેજ બિરદાવતા ડો આંબેડકર  જણાવ્યું કે:
"આથી અમે ખાત્રી પૂર્વક કહી શકીયે છીએ કે,ભારતીય મહાસંઘ કઠોરતા કે વિધિપરાયણતાનાં દોષથી ગ્રસિત થશે નહીં. તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આ એક લચકદાર  સંઘ છે."
👉“સંસદ સાથે કાર્યાન્વીત ત્રિસ્તરીય પદ્ધતિએ ધારણાઓથી વિરુદ્ધ, રાજ્યોના હિતોનું ધ્યાન રાખવા સાથે બંધારણને વધુ લચીલું બનાવ્યું છે. બંધારણ આધારિત બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને રાજ્ય પદ્ધતિના સમન્વયે બીજા અન્ય કોઇપણ દેશમાં સુધારીત આવૃત્તિ કરતાં અહીં સારી રીતે સફળ રહી છે.” -- ગ્રેનવીલે ઑસ્ટીન, 1966:321
ઉપરોક્ત રાજ્ય પધ્ધતિ સાથે સહમત થઇ યુનાઇટેડ કિંગ્ડમના તત્કાલીન પ્રધાનમંત્રી(એપ્રીલ 1955 થી જાન્યુઆરી 1957) સર એંથોની એડને પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યુકે "અત્યાર સુધીની તમામ રાજ્ય પધ્ધતિઓમાં કરવામાં આવેલ તમામ પ્રયોગોને ધ્યાને લેતા હુ માનુ છુ કે ભારતની સંસદીય લોક્શાહીનું સ્વરુપ સૌથી નિરાળુ છે. એક વિશાળ ઉપખંડ દશ હજાર વર્ષ ઉપરાંતની પધ્ધતિને મુક્ત લોક્શાહીમાં ફેરવી રહ્યો છે. આ એક હિમ્મતપૂર્વકનો નિણૅય છે. આ કોઇ આપણી નકલ નથી પરંતુ વિશાળ હ્રદયની તથા મુક્ત વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે જે આપણા સ્વપ્નાઓમાં પણ આવી નથી. જો આ સફળ થાય છે તો સમગ્ર એશીયા માટે અસિમિત ફાયદો થશે. આ પ્રયોગનુ પરિણામ ગમે તે આવે આપણે સૌએ આ પ્રયોગ કરનાર તમામને બિરદાવવા જોઇએ."
👉અમેરિકન બંધારણીય સત્તાધારી ગ્રાનવિલે ઑસ્ટિન દ્વારા વ્યક્ત કરવામાં આવેલ અભિપ્રાય વધુ અર્થપૂર્ણ હતો, જેમણે લખ્યું હતું કે ભારતીય સંસદ વિધાનસભાની શરૂઆત શું થઈ હતી તે 1787 માં ફિલાડેલ્ફિયામાં ઉત્પન્ન થયું ત્યારથી 'કદાચ સૌથી મહાન રાજકીય સાહસ હતું.'
👉"તાજેતરના વર્ષોમાં, કેટલાક નાગરિકોમાં તે સ્થાપકો અને તેમના દસ્તાવેજોને અવગણવા માટે ફેશનેબલ બની ગયું છે. આ લોકોએ 1950 થી દેશના વિકાસ દ્વારા નિરાશ થયા છે, તેઓએ બંધારણને બદલવાની વિનંતી કરી છે કે તે 'કામ કર્યું નથી'.
👉 આવી વિચારસરણી, મારા મત મુજબ, ગેરમાર્ગે દોરેલા છે. બંધારણો 'કામ' કરતા નથી, તેઓ નિષ્ક્રિય છે, નાગરિકો દ્વારા 'કામ' કરવામાં આવે છે અને ચૂંટાયેલા નેતાઓ નિયુક્ત કરવામાં આવે છે. "- ગ્રેનવિલે ઓસ્ટિન

👉આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. રાજપથૢ ઇંડીયા ગેટ થઈ તે ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચે છે. પાયદળૢ વાયુસેના અને નૌસેનાની વિવિધ ટુકળીઓ તેમના સત્તાવાર ગણવેશમાં કવાયત કરતાં ચાલે છે.
👉ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે.પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે. અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે.
👉રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો રાજ્યપાલ અસ્વસ્થ હોય કે કોઇ કારણસર હાજર ના હોય તો રાજ્યના મુખ્યમંત્રીને ધ્વજ ફરકાવવાનું માન મળે છે.
26 જાન્યુઆરી 1950 એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. 👉આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ.
👉દેશે મહાત્મા ગાંધી  અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી 26 જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

જય હિંદ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

www.ramanandeducation.blogspot.com

Popular posts from this blog

Indian Army Bharti Gujarat Bharti Melo Himmatnagar 2019 for 8th / 10th / 12 Pass

નેશનલ પાર્ક અને અભીયારણૉ

સરદાર વલ્લભભાઈ પટેલ* ની જન્મ જયંતિ પર શત શત નમન.