બજેટ 2019-20 અગત્યના માહિતી
બજેટ ગુજરાત 2019-20
👉ગાંધીનગર- ગુજરાતના નાણામંત્રી નિતીન પટેલ 18મી ફેબ્રુઆરી થી શરૂ થતાં વિધાનસભા સત્રમાં વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે.
👉આ બજેટ માત્ર ચાર મહિનાના ખર્ચ માટેનું છે જેની રકમ 65000 કરોડ રૂપિયા હોવાની સંભાવના છે.
👉રાજ્યમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવાનું થતું હોય છે.
👉 આ અગાઉ 2014માં લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે નાણામંત્રી નિતીન પટેલ હતા.
👉તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેનું કદ 40000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું.
👉 પાંચ વર્ષ પછી આ કદમાં 25 હજાર કરોડનો વધારો થઇ શકે છે. રાજ્ય સરકાર 1લી એપ્રિલ થી 31મી જુલાઇ સુધીના ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લઇ રહી છે જેમાં કેટલીક મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે, કેમ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે તેના વચગાળાના બજેટમાં જેવી જાહેરાતો કરી છે તેવી જાહેરાતો ગુજરાત સરકાર પણ કરી શકે છે.
👉 રાજ્યની સાડા છ કરોડની જનતાને રાહત મળે તેવા કેટલાક પ્રયાસોઆ વચગાળાના બજેટમાં હશે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ઉલ્લેખનીય છે કે સરકાર રાજ્યમાં જંત્રીના દરોમાં વધારો કરવા માગે છે પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ વધારો જૂન સુધીમાં અમલમાં આવી શકે છે.
👉જંત્રીના દરમાં વધારો થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મિલકત ખરીદનાર વર્ગને જંગી ભાવવધારો સહન કરવો પડશે.
👉લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ગુજરાતના વચગાળાના બજેટમાં પ્રજા પર કોઇ નવો બોજ નહીં હોય, પરંતુ ચૂંટણી પતી ગયા પછી જુલાઇમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં આવક વધારવા સરકાર પ્રજા પર બોજ નાંખી શકે છે.
👉ગુજરાતની જીએસટીની આવકમાં દર વર્ષે વધારો થતો હોઇ સરકાર પાસે ટેક્સ નાંખવા માટે સ્ટેમ્પડ્યુટી અને વીજશુલ્ક સિવાય બીજી કોઇ મહત્વની જોગવાઇ નથી, આમ છતાં સરકાર તેની વિવિધ સેવાઓના દામ વધારી શકે છે. ગુજરાતમાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ થવાનું છે .
👉 ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ.
👉એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. આમ તો નાણાંકિય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે
👉ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતુ. 👉ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.
👉અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો. ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું કદ અનેક ગણું વધતું ગયું.
👉સતત મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ 19 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ છે જે તેમનો એક વિક્રમ છે.
👉ગુજરાતના છેલ્લા બજેટનું કદ 1.86 લાખ કરોડ હતું જે આગામી જુલાઇમાં વધીને બે લાખ કરોડ પહોંચી શકે છે.
@ramanandeducation
Do not copy paste

Comments
Post a Comment