Rupani government announces 'Atmanirbhar Gujarat' scheme, loan up to 1 lakh will be given
ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી
રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે
1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે
ગુજરાત સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે. અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.
નાના વેપારીઓને 6 ટકાના દરે લોન નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે.
યોજનાની મુખ્ય વાતો
- રાજ્યના 10 લાખથી વધુ લોકોને યોજનાનો લાભ મળશે
- 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો,વેપારીને મળશે
- 12 ટકાની જગ્યાએ માત્ર 2 ટકાના દરથી લોન મળશે
- અરજીના આધારે 1 લાખ સુધીની લોન અપાશે
- નાના વેપારીઓની લોનના 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે
- છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહી રહે
- કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે
#GUJARAT #GOVERNMENT #ATMANIRBHAY PACKAGE #BUSINESSMAN #CM RUPANI
Comments
Post a Comment