બજેટ 2019-20 અગત્યના માહિતી
બજેટ ગુજરાત 2019-20 👉ગાંધીનગર- ગુજરાતના નાણામંત્રી નિતીન પટેલ 18મી ફેબ્રુઆરી થી શરૂ થતાં વિધાનસભા સત્રમાં વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. 👉આ બજેટ માત્ર ચાર મહિનાના ખર્ચ માટેનું છે જેની રકમ 65000 કરોડ રૂપિયા હોવાની સંભાવના છે. 👉રાજ્યમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવાનું થતું હોય છે. 👉 આ અગાઉ 2014માં લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે નાણામંત્રી નિતીન પટેલ હતા. 👉તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેનું કદ 40000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. 👉 પાંચ વર્ષ પછી આ કદમાં 25 હજાર કરોડનો વધારો થઇ શકે છે. રાજ્ય સરકાર 1લી એપ્રિલ થી 31મી જુલાઇ સુધીના ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લઇ રહી છે જેમાં કેટલીક મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે, કેમ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે તેના વચગાળાના બજેટમાં જેવી જાહેરાતો કરી છે તેવી જાહેરાતો ગુજરાત સરકાર પણ કરી શકે છે. 👉 રાજ્યની સાડા છ કરોડની જનતાને રાહત મળે તેવા કેટલાક પ્રયાસોઆ વચગાળાના બજેટમાં હશે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ઉલ્લેખનીય છે કે સરક...